AMRELIJAFRABAD

Jafrabad : જય વડલીયાવાળા ભૂતડા દાદા ગ્રુપ દ્વારા રાસ ગરબા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જય વડલીયાવાળા ભૂતડા દાદા ગ્રુપ દ્વારા ચરણી શેરી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મઢે રાસ ગરબા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાસ ગરબા કાર્યક્રમમાં ગામના 70 થી વધુ ગૃપોએ ભાગ લીધો હતો. જેમાં 250 થી વધુ બાળાઓએ આ રાસ ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જેમાં તમામ બાળાઓને વિવિધ ઇનામો થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 1 થી 3 નંબર મેળવનાર બાળાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ગ્રુપ દ્વારા પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે આ મારૂ ગુજરાત છે. નામના ગ્રુપ દ્વારા બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.અને ખોડિયાર ખમકારી ગ્રુપ દ્વારા માહિસાસુર વધ નામની કૃતિ પ્રસ્તુત કરી હતી. જેમાં તેમણે ત્રીજો નંબર મેળવ્યો હતો.ત્રણેય નંબર મેળવનાર ગૃપોને વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ દ્વારા વિવિધ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ રાસ ગરબા કાર્યક્રમમાં ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જેમના સાનિધ્યમાં રાસ ગરબાનું આયોજન થયું હતું.તે મેલડી માતાજીના ભાવતા શ્રી રાજુભાઇ અરજણભાઈ સાંખટ,છનાભાઈ રામભાઈ સાંખટ,સરપંચશ્રી અનકભાઈ સાંખટ,છગનભાઈ સાંખટ,રાણાભાઈ જાદવ,અસ્વીનભાઈ,ભરતભાઈ,હમીરભાઈ,નાજાભાઈ,દિનેશભાઇ,વગેરે મંગાતા પરિવાર ના તમામ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ભુપતભાઇ સાંખટ ન્યુઝ રિપોટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

મેલડી માતાજીના મઢ ના ભાવતા શ્રી રાજુભાઇ અરજણભાઈ સાંખટ દ્વારા રાસ ગરબામાં જાડાયેલ તમામ બાળાઓ ખૂબ ખુશ રહે , ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, મેલડી માતાજીના આશીર્વાદ હંમેશા તેમના પર રહે, આવી શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટ…ભૂપત સાંખટ

જાફરાબાદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!