AMRELIJAFRABAD

Jafrabad : બાબરકોટ ગામના પ્રથમ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના પ્રથમ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું…..

બાબરકોટ ગામના રહેવાશી એવા જીણાભાઇ બચુભાઈ સાંખટ ના સુપુત્ર ભાવેશ સાંખટ છ મહિનાની ટ્રેનીંગ પુર્ણ કરી વતન પરત આવતા સમસ્ત બાબરકોટ ના ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

કોળી સમાજનું ગૌરવ એવા બાબરકોટ ગામના રહેવાશી સાંખટ ભાવેશભાઈ જીણાભાઈ આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતન પહોંચ્યા હતા તે દરમિયાન બાબરકોટ,રોહિશા,વારાહસ્વરૂપ, વાંઢ ,મિતિયાળા ભાકોદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બોહળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહી અને ધામધૂમ થી સ્વાગત કરવામાં આવ્યું હતું .

વિશેષ હાજરી આપતા તાલુકા પંચાયતના સદસ્ય જશોદાબેન કરશનભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઈ ભીલ અને બાબરકોટ ગામના સરપંચ કૈલાશબેન અનકભાઈ, અનકભાઈ સાંખટ , ઉપસરપંચ પાસાભાઈ સાંખટ, બાલુભાઈ નનાભાઈ સાંખટ, રમેશભાઈ સાંખટ તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તથા રોહિસા સપોર્ટ ક્લબના ખેલાડીઓ તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુ ગામોના લોકો સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઇ રાઠોડ અને શિક્ષક સ્ટાફ તથા શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાબરકોટ ગામના ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ખોડલીવાવ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતુ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં વિવિધ સમાજના લોકો અને આગેવાનો દ્વારા ભવયાતી ભવ્ય ડીજેના તાલ સાથે સામૈયું અને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ..ભૂપત સાંખટ- જાફરાબાદ

અમરેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!