AMRELIAMRELI CITY / TALUKORAJULA

રાજુલાની નામાંકિત શાળા આર કે સાયન્સ સ્કૂલ મા ” હમારે સિતારે ” નામનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ ઉજવયો

અનેક મહાનુભાવો ની હાજરી

રાજુલાની નામાંકિત શાળા આર કે સાયન્સ સ્કૂલ મા ” હમારે સિતારે ” નામનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ ઉજવયો

રાજુલાની નામાંકિત શાળા આર કે સાયન્સ સ્કૂલ મા ” હમારે સિતારે ” નામનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ ઉજવયો હતો રાજુલામાં છતડીયા રોડ ઉપર આવેલ આર કે સાયન્સ સ્કૂલ મા ભવ્ય વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં મેડિકલ, એન્જીનીયર અને ધોરણ 10 મા A1 ગ્રેડ મેળવેલ તમામ વિદ્યાર્થી ઓનું સન્માન પત્ર આપી અને સન્માન કરેલ આ કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ડો જે એમ વાઘમશી સાહેબ હતા જેમણે ગત વર્ષે નીટ ની પરીક્ષામાં સારા માર્ક મેળવી અને mbbs મા એડમિશન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી અને સન્માનિત કરેલ તેમજ વિદ્યાર્થીઓને ખુબ સારા ડોક્ટર બનવાની શુભેચ્છા આપેલ


આ કાર્યક્રમ મા મોટીવેશન સ્પીકર શ્રી ધર્મેન્દ્ર કનાળા મહેમાન તરીકે પધારેલ અને ઉપસ્થિત તમામ વાલીશ્રી ઓ અને વિદ્યાર્થી ઓને ખુબ જ સારુ માર્ગદર્શન આપેલ
શાળાના વિદ્યાર્થી ઓ દ્વારા સંસ્કૃતિક ઈવેન્ટ પણ રજુ કરવામાં આવેલ અને ખુબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ઓ તેમજ વાલીશ્રી ઓ એ હાજરી આપી હતી કાર્યક્રમ ના અંતે શાળાના મેનેજીંગ ડાયરેક્ટર અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી કે પી હડિયા સાહેબે સૌ શિક્ષકો તેમજ વાલીશ્રીઓ અને તમામ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ

Back to top button
error: Content is protected !!