રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા
લીલીયા શહેરના લોકો એ ઢોલ નગારા સાથે કાદવ કીચડ મુદ્દે આવેદનપત્ર આપ્યું
વિસ્તારના રહીશોએ ગાંધી ગિરી અપનાવી કાદવ માં ફુલડા અર્પણ કરી જામેલા કાદવ કીચડ નો કર્યો વિરોધ
લીલીયા શહેરમાં પાછલા એક દાયકાથી ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી કાદવ- કિચડને લઈ શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે આજે ગ્રામ પંચાયત સતાધીશો સામે ગટરના ગંદા પાણી તેમજ રોડ રસ્તા ને લઇ કાદવ કીચડ માં ફૂલડા અર્પણ કરી રોષભેર સાઈનાથ પરા,વેલનાથ પરા,હોસ્પિટલ પરા,મફત પ્લોટ સહિતના લોકોએ ઢોલ નગારા સાથે તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ ઝિંઝુવાડીયા, રાહુલભાઈ સાનિયા ની આગેવાનીમાં રોડ પર ઊતરી ગ્રામ પંચાયત સતાધીશો સામે સરપંચ તેરી તાનાશાહી નહીં ચલેગી ના સૂત્રોચ્ચાર કરી પ્રથમ તાલુકા પંચાયત કચેરી ખાતે ઇન્ચાર્જ ટી.ડી.ઓ માલવિયા ને આવેદનપત્ર આપી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી સાઈનાથ પરા,વેલનાથ પરા ,હોસ્પિટલ પ્લોટ,મફત પ્લોટ વિસ્તારમાં પાછલા એક દાયકાથી કાદવ કિચડ ના સામ્રાજ્ય હોય તેને લઈ આ વિસ્તારના લોકોએ અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત પણ સને 2020 માં આ મુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન કરી વિરોધ પ્રગટ કર્યો હતો જ્યારે વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર લખી લીલીયા ગ્રામ પંચાયત સતાધીશો સામે કાર્યવાહી કરવા પણ પત્ર લખેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સ્થાનિક ગ્રામ પંચાયત સત્તાધિશોને તાલુકા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટિસ આપેલ છે તેમ છતાં ગ્રામ પંચાયત સતાધીશો અમલવારી કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીકળતા શહેરીજનો રોશભેર વિરોધ કરી રહ્યા છે આ તકે આવેદનપત્ર આપતા ની સાથે લોકોએ આ પ્રશ્નનો નું નિરાકરણ લાવવા માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા