સાવરકુંડલા શહેરની મધ્યમાં હવેલી શેરી ખાતે ચાલી રહેલ મહાકાય બિલ્ડીંગ નું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી.
સાવરકુંડલા શહેરની મધ્યમાં મેઈન બજાર પાસે આવેલ હવેલી શેરી ખાતે બની રહેલ કોમર્શિયલ બિલ્ડીંગ થી આસપાસ રહીશોમાં નારાજગી અને દુર્ઘટના નો ડર હોવાથી સાવરકુંડલાના આર.ટી.આઈ. કાર્યકર્તા અશરફ કુરેશી દ્વારા આ બિલ્ડીંગ નું બાંધકામ અટકાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી નાયબ કલેકટર તથા મામલતદાર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જેના પગલે સાવરકુંડલા નગરપાલિકા ની ટીમ દ્વારા આજરોજ હવેલી શેરીમાં ચાલી રહેલા કોમર્શિયલ બિલ્ડિંગ નું બાંધકામ અટકાવવા માટે નોટીસ આપવામાં આવી હતી.
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ હવેલી શેરી માં સોનિક જવેલર્સના માલીક ધ્વારા તમામ નિતી નિયમો નેવે મુકીને જે બિલ્ડીંગનું બાંધકામ થઈ રહયુછે તે તાત્કાલીક ધોરણે અટકાવી તેમજ નગરપાલીકા અધિનિયમને વિરૂધ્ધ જઈને જે વધારાનું બાંધકામ કરવામાં આવેલ હોય તે તમામ બાંધકામ દુર કરવા તારીખ 17/08ના રોજ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, સાવરકુંડલા મામલતદાર તેમજ સાવરકુંડલા ડીવીઝનના નાયબ કલેકટર ને જાગૃત નાગરિક દ્વારા માંગણી કરવામાં આવેલ જેના અનુસંધાને તારીખ 23/08ના રોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ ના ઉપરના બે માળ નું બાંધકામ ચાલી રહ્યુંછે તેને બંધ કરવા અને અટકાવવા માટે નોટિસ આપવામાં આવી હતી જેના પગલે હવેલી શેરી આસપાસના રહીશો અને મેઈન બજારના વેપારીઓમાં પાલિકાની કામગીરી બાબતે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel