AMRELIRAJULA

રાજુલાની સરકારી હોસ્પિટલના આ સ્ટાફ માટે ક્વાર્ટર્સ ક્યારે બનશે ??

અહેવાલ યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાની સરકારી હોસ્પિટલના આ સ્ટાફ માટે ક્વાર્ટર્સ ક્યારે બનશે ??

વિકાસશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત અને જ્યારે વિકાસની વાત કરી રહ્યા હોય ત્યારે આ શબ્દો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને યાદ કરવા પડે વડાપ્રધાનના નરેન્દ્ર મોદી ના શાસન કાળ માં તમામ લોકોને ભૌતિક સુવિધા મળી રહે તેવા જ આ સવેદ શિલ સરકારમાં થઈ રહેલ છે અને હજુ પણ મળશે ત્યારે આ વાત છે રાજુલા સરકારી હોસ્પિટલની રાજુલા સરકારી હોસ્પિટલમાં અંદાજિત તો કુલ 117 વ્યક્તિ ઓ નો સ્ટાફ આ સરકારી હોસ્પિટલમાં નોકરી કરી રહ્યો છે જેમાં પટાવાળા થી માંડી અને ક્લાસ વન ઓફિસર સુધી અને સાથે ડોક્ટરો અને કોન્ટ્રાક્ટ માં કામ કરતા કર્મચારી ઓ સાથે 117 જણાનો સ્ટાફ આ સરકારી હોસ્પિટલમાં ફરજો બજાવી રહ્યો છે ત્યારે 2019 ની સાલમાં આ સરકારી હોસ્પિટલમાં આવેલા સરકારી ક્વાટર રહેવા લાયક ન હોવાના લીધે આ ક્વાર્ટરો ખાલી કરાવવાની ફરજ પાડવામાં આવી ત્યારે સતત 2019 થી આજે 2023 એટલે કે સતત છ વર્ષ થવા આવ્યા છે આ છ વર્ષથી રાજુલા સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા તમામ નોકરિયાતો રાજુલા શહેરમાં અલગ અલગ વિવિધ જગ્યાઓ ઉપર ભાડે રહે છે ત્યારે આ કેટલા અંશે વ્યાજબી ગણાય ?

આ હોસ્પિટલમાં રહેતા દરેક સ્ટાફને જો ક્વાર્ટર મળે તો અહીંયા ફરજ પર ના કર્મચારીઓને વધુ સારી સુવિધા આપવામાં સરળતા રહેશે તેવું લોકમુખે ચર્ચઈ રહ્યું છે રાજુલા શહેરની આ સરકારી હોસ્પિટલ માં 100 બેટ હોસ્પિટલ 2012 થી કરવામાં આવી છે ત્યારે સરકારના નિયમો મુજબ એટલે કે 100 બેડ સામે 10 મેડિકલ ઓફિસરની આ હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે રાઉન્ડ ધ ક્લોક હાલ આ હોસ્પિટલમાં ચાર ડોક્ટરે છે બજાવી રહ્યા છે ત્યારે નિયમ મુજબ 10 ડોક્ટરો હોવા જોઈએ ત્યારે મહેકમ વધારવા ના આવતા અહીંયા મેડિકલ ઓફિસર ની સંખ્યા જે છે એમ ને એમજ …આ હોસ્પિટલમાં સતત આટલા વર્ષોથી ચાર જ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે જેમાં ક્યારેક એક મેડિકલ ઓફિસર રજા ઉપર હોય છે ત્યારે એક મેડિકલ ઓફિસર ડેપ્યુટેશન ઉપર હોય છે અને એક મેડિકલ ઓફિસર કોર્ટની મુદત હોય છે આવા સમયે ફક્ત એક જ મેડિકલ ઓફિસર સતત ફરજ બજાવતા હોય છે ત્યારે વહેલી તકે આ હોસ્પિટલમાં સરકારના મહેકમ મુજબ વધારાના મેડિકલ ઓફિસર ની ભરતી થાય તેવું આ શહેર ના નગરજનો ની માંગણી ઉઠવા પામેલ છે ઘણી જ દુઃખ સાથે જણાવવાનું કે સરકાર એક બાજુ પ્રજાને સગવડ આપવાની વાત કરી રહી છે ત્યારે રાજુલા શહેરની આ સરકારી હોસ્પિટલમાં
સતત છ વર્ષથી એક ગાયનેક ડોક્ટર રજા ઉપર છે ત્યારે સરકાર તરફથી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી એક તરફ આ ડોક્ટર રજા ઉપર હોય ત્યારે સરકારી ચોપડે આ હોસ્પિટલમાં ડોક્ટર ની નિમણૂક બતાવી રહેવામાં આવે છે અને બીજી તરફ પ્રજાને સુવિધા મળતી નથી ત્યારે શું આ આમને આમ જ ચાલશે ?સતત રજા ઉપર હોય ત્યારે સરકાર તરફથી શા માટે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોકોના મુખે ચર્ચા રહ્યું છે ? સતત છ વર્ષોથી રજા ઉપર હોય તેવા ડોક્ટર ની ઉપર કોની મીઠી નજર ? આવી વ્યક્તિઓને નોટીસ શા માટે આપવા આવતી નથી અને ફરજ પર હાજર થવા અથવા તાત્કાલિક તેમને આ નોકરી પરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શા માટે થતી નથી ?
આ હોસ્પિટલના સ્ટાફના મહેકમ સુધારવા માટે અવારનવાર વર્તમાન પત્રોમાં તેમજ સોશિયલ મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થવા પામેલ છે તેમજ આ અંગે રાજુલાના ધારાસભ્ય પણ આ વસ્તુથી વાકેફ છે ત્યારે શા માટે પ્રજાની મુશ્કેલીનો યોગ્ય નિકાલ થતો નથી ?
જાણવા મળતી વિગતો મુજબ કેશોદ ઉના જસદણ વિગેરે સેન્ટરોમાં 50 નું સેટઅપ હોય ત્યારે ત્યાર મુજબ 5 મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે તો રાજુલા શહેર સાથે સરકારનું વર્તન આવું કેમ ?

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!