ધારાસભ્યશ્રી જનક તળાવીયાએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી કરી રજૂઆત કરી
લાઠી બાબરા વિસ્તારના જાગૃત ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ દામનગર તેમજ આસપાસના 25 ગામના લોકોને સરકારી દસ્તાવેજો કઢાવવામાં પડતી હાલાકીને લઈને ધારાસભ્યશ્રીએ દામનગર ખાતે જનસેવા કેન્દ્રમાં ઓપરેટર અને આનુસંગીક મશીનરીના વ્યવસ્થા કરવા માટે કરી રજુઆત દામનગર શહેર તેમજ આજુબાજુના 25 જેટલા ગામોને સરકારી દસ્તાવેજો કઢાવવામાં પડતી મુશ્કેલી માટે લાઠી- બાબરા વિસ્તારના જાગૃત ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જનસેવા કેન્દ્રમાં યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અમરેલી જિલ્લામાં દામનગર પંથકના લોકોને પડતી મુશ્કેલીને લઈને લાઠી – બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તલાવીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.ધારાસભ્યશ્રી દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે,દામનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત મળી રહી છે કે, લાઠી તાલુકાના દામનગર શહેર તેમજ દામનગરની આજુબાજુમાં આશરે 25 જેટલા ગામો આવેલ છે દામનગર શહેર પણ વસ્તીની દ્રષ્ટીએ ખુબજ મોટી છે.ખરેખર આ શહેરને તાલુકાનો દરજ્જો આપવાનો લાયક છે.પરંતુ હાલ દામનગર શહેર તેમજ આજુબાજુના 25 જેટલા ગામો લાઠી થી ખુબ દૂર હોવા છતાં આવકના પ્રમાણપત્રો,જાતિના પ્રમાણપત્રો,રેશનકાર્ડના કામો,રેવન્યુ ને લગત કામો વિગેરે કરવા માટે લાઠી જવું પડે છે.જેથી દામનગરમાં આવેલ નગરપાલિકા કચેરી ખાતે હાલ નાયબ મામલતદારશ્રી ની કચેરી પણ કાર્યરત છે ત્યાં જનસેવા કેન્દ્ર માટે ઓપરેટર તેમજ આનુસાંગીક મશીનરી ની વ્યવસ્થા કરવામાં આવે અને જનસેવા કેન્દ્ર કાર્યરત થાય તો આજુબાજુના 25 જેટલા ગામોને પડતી મુશ્કેલીનો અંત આવી શકે તેમ છે.આ બાબતે ભાજપના લાઠી – બાબરાના ધારાસભ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.દામનગરમાં પૂરતી સુવિધા મળે તો આસપાસના લોકોને ખૂબ જ મોટો ફાયદો મળશે.
રીપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)