શહેરાની વાઘજીપુર ચોકડી નજીક અર્ટિગા અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરાની વાઘજીપુર ચોકડી નજીક અર્ટિગા અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કારને મોટાપાયે નુક્શાન,જોકે કોઈ જાનહાનિ નહીં. સ્પીડ બ્રેકરના બોર્ડના અભાવે વારંવાર બનતા હોય છે અકસ્માત બનાવ. સ્પીડ બ્રેકરના બોર્ડ મુકવા સ્થાનિકો સહિત વાહનચાલકોની માંગ.
ગત મંગળવારની રાત્રિના નવેક વાગ્યાના સુમારે શહેરા-ગોધરા હાઇવે માર્ગ ઉપરથી એક બ્રેઝા કાર વડોદરા તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન વાઘજીપુર ચોકડી નજીક સ્પીડ બ્રેકર હોવાને કારણે કાર ચાલકે અચાનક પોતાની કાર ધીમી કરતા પાછળથી પૂરપાટ રીતે હંકારીને આવેલી રહેલી અર્ટિગા કારના ચાલકે પાછળથી ધડાકાભેર ભટકાતા બંને કારને મોટાપાયે નુક્શાન પહોંચ્યું હતું,જોકે સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.અકસ્માતને પગલે બનાવ સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.બીજી તરફ આ અકસ્માતના બનાવમાં સદનસીબે રોડની સાઈડમાં ઉભેલા બાઈક ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.જોકે વાઘજીપુર ચોકડી ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે પરંતુ જેતે જગ્યાએ સ્પીડ બ્રેકર હોવાના બોર્ડ મુકવામાં આવ્યા નથી.સ્પીડ બ્રેકરના બોર્ડના અભાવે અહીંથી પસાર થતાં વાહનચાલકોને સ્પીડ બ્રેકર હોવાનો ખ્યાલ આવતો નથી,જેથી સ્પીડ બ્રેકરના બોર્ડના અભાવે વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે,જેમાં કેટલાક લોકોને ઈજાઓ થતી હોવાની સાથે વાહનોને નુક્શાન થતું હોય છે.તો વારંવાર અકસ્માતના બનાવો બનતા હોવાને લઈને સ્પીડ બ્રેકર હોવાના બોર્ડ મુકવામાં આવે તેવી આ વિસ્તારના સ્થાનિકો સહિત વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.