વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં કારચાલકે રોંગ સાઈડમાં ઘુસી ઓવરટેક કરવાની લ્હાયમાં કારને એસટી બસ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાપુતારા-બીલીમોરા એસટી.બસ.ન.જી.જે.18.ઝેડ.9248 જે નિત્યક્રમ મુજબ સાપુતારાથી બીલીમોરા જવા માટે નીકળી હતી.તે દરમ્યાન સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં એક બ્રેઝા કાર.ન.જી.જે.23.બી.એચ.9010નાં ચાલકે કારને રોંગ સાઈડમાં હંકારી લાવી એસટી બસનાં ચાલક સાઈડમાં અથડાવી દેતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં એસટી બસ અને બ્રેઝા કારને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે આ અકસ્માતનાં બનાવમાં કોઈને પણ ઈજા ન થતા મોટી દુર્ઘટના ટળી હતી..