કિરીટ પટેલ બાયડ
બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની ઉપસ્થિતિમા ગાબટ ખાતે બાયડ-માલપુર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના “સક્રિય કાર્યકર્તા સંમેલન” નું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષા કું. કૌશલ્યા કુંવરબા તથા જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિ રહી. તેઓએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પાર્ટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધીના વિકાસની ચર્ચા કરી તેમ જ પ્રજાલક્ષી કાર્યોની પણ ચર્ચા કરી.
સંમેલનમાં બાયડ-માલપુરના સંગઠન પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઓ, તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં સક્રિય અને સમર્પિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ સંગઠનની મજબૂતી, કાર્યકર્તાઓના સન્માન અને આગામી કાર્યયોજનાઓ માટે માર્ગદર્શક બની રહ્યું…