
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – “ઓપરેશન ડેલ્ટા હંટ” હેઠળ મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ – કોલેજ રોડ ગુલબર્ગ હોટલ નજીક થી ઝડપાઈ –
અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે “ઓપરેશન ડેલ્ટા હંટ” અંતર્ગત મોટી કાર્યવાહી કરતાં મોડાસા શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરી રહેલી એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે.પોલીસ મહાનિદેશક અને સીઆઈડી ક્રાઈમની સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ પી.બી. ચૌધરી અને પીએસઆઈ એ.એચ. રાઠોડની ટીમ પરપ્રાંતીયોની તપાસમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોડાસાના કોલેજ રોડ પર આવેલી ગુલબર્ગ હોટલ નજીકથી એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ નુપુર નૂર મોહમ્મદ હોવાનું જણાવ્યું હતું. તે હાલ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને મૂળ બાગેરહાટ જિલ્લાના બોગી ગામ, બાંગ્લાદેશની રહેવાસી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ દ્વારા ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજો માંગવામાં આવતા તેણી પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં મહિલા વગર પાસપોર્ટ અને વિઝા ભારત દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી હોવાની કબૂલાત કરતાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા એસઓજી દ્વારા ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મહિલા છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ખાતે સ્પામાં કામ કરતી હોવાની પણ માહિતી સામે આવી છે જોકે આ મહિલા છેલ્લા 2 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલી હોવાનું પણ સામે આવ્યું છે હાલ સમગ્ર ઘટના ને લઈ તપાસ હાથ ધરવામાં આવિ છે




