ARAVALLIMODASA

અરવલ્લી – નવીન રસ્તાના કામમાં જૂના ગરનાળા રહેવા દીધા, લાખો રૂપિયાના નવા ગળનાળા બનાવ્યા જ નથી..!!! કોન્ટ્રાક્ટરોએ ગરનાળામાં ગોલમાલ કરી દીધી..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – નવીન રસ્તાના કામમાં જૂના ગરનાળા રહેવા દીધા, લાખો રૂપિયાના નવા ગળનાળા બનાવ્યા જ નથી..!!! કોન્ટ્રાક્ટરોએ ગરનાળામાં ગોલમાલ કરી દીધી..!!!

અરવલ્લી જિલ્લામાં દિવસેને દિવસે રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર એ માજામૂકી હોય તેવો ઘાટ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે અધિકારીઓ અને જવાબદાર તંત્ર કહે છે કામ સારું થયું છે તો પછી જનતા તમને સવાલ કરે છે કે નવા ગરનાળા કેમ ના બનાવાયા શું આનો જવાબ આપશો સાહેબો…?

અરવલ્લી જિલ્લામાં એક તાલુકામાં કરોડો થી લાખો રૂપિયાના રસ્તાના નવીન કામો મંજૂર થયા એસ્ટિમેન્ટ તેમજ વર્ક ઓડર પ્રમાણે નવીન ગરનાળા બનવાની માહિતી સામે આવી છે જોકે નવીન ગરનાળા ની જગ્યાએ જૂના ગરનાળા રહેવા દઈને નવા ગરનાળાના ટુકડાઓ જોઇન્ટ કરી દેવામાં આવ્યા છે જેના વિડિઓ અને ફોટો પણ સામે આવ્યા છે ત્યારે તંત્ર કે અધિકારીઓ સામે સવાલો ઊભા થયા છે કે શું આ કામોની દેખરેખ કોણ રાખે છે..? હવે ગરનાળા કામોમાં પણ ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય તો નવાઈ નહીં…? હવે જોવાનું એ રહ્યું કે આવા નવીન કામોમાં ગરનાળાના બિલો પાસ તો નહીં થાય ને કે પછી ટકાવારી લઈને પાસ કરી દેવામાં આવશે..? હાલ તો સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે હવે જોવું એ રહ્યું કે સત્ય શું છે

Back to top button
error: Content is protected !!