હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સેશન કાર્યક્રમ યોજાયો.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવના મેડીકલ ઓફિસર ડો.જય પરમાર ,કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સુણેવખુર્દ ધ્રુતિકા પટેલ,ફિમેલ હેલ્થ વર્કર નિકિતા પટેલ,મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર ઉમેશ પટેલ,એકાઉન્ટર નયન પટેલ, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર મનિષ પટેલ સહીત સમગ્ર સ્ટાફ હાજર રહી ધોરણ ૫ થી ૮ બાળકોને સ્વચ્છતા થીમ આધારિત ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં કુલ ૨૮ બાળકોએ ભાગ લીધો હતો.જે પૈકી ૩ બાળકોએ પ્રથમ ક્રમ તમન્ના વસાવા,દ્રિતીય ક્રમ અરૂણ વસાવા ,તૃતીય ક્રમ નિયતિ વસાવાએ મેળવ્યો હતો.ત્રણેય બાળકોને આરોગ્યટીમ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. અને બાકીના ભાગ લેનાર દરેક વિધાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.અંતે દરેક બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આરોગ્ય ટીમવતી પૂરો પાડવામાં આવ્યો હતો.