
વિજાપુર સુલતાન શાહ બાવા ની દરગાહ ખાતે ઉર્ષ ની ઉજવણી સાદગી પૂર્ણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માં આવેલ નવસો વર્ષ જુની તકીયા વાળી ગાદી તરીકે જાણીતી હજરત સુલતાન શાહ બાવા ની દરગાહ નું ઉર્ષ જમાદીલ અવ્વલ ના ચાંદ મદાર 29 30પ ના રોજ સુલતાન શાહ બાવા દરગાહ ના ગાદીપતિ અમીન અલી શાહ મલંગ ના ઝેરે પરસ્તી માં સાદગીપૂર્ણ રીતે ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંજે સાત વાગે સંદલ શરીફ તેમજ ન્યાજ શરીફ પ્રસાદી નુ વિતરણ કરવામાં આવ્યું હતુ. દરગાહ ના ગાદીપતિ અમીન અલી શાહ મલંગે જણાવ્યું હતું કે મકન શરીફ ખાતે આવેલ જીંદા શાહ મદાર ર. અ ના ઉર્ષ ની ઉજવણી બાદ તરત હજરત સુલતાન શાહ બાવા નો ઉર્ષ નુ પ્રસંગ આવે છે. જેમાં ઇસ્લામિક ચાંદ મુજબ ઉર્ષ ની ઉજવણી કરવા મા આવે છે. આ પ્રસંગ મા હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી ને ઉજવે છે. આ વખતે ઘણી સાદગી સાથે ઉર્શની ઉજવણી કરવા મા આવી છે. નાના બાળકો ને પ્રસાદી આપવા મા આવી હતી. જેમાં લોકો મોટી સંખ્યમાં જોડાયા હતા.




