GUJARATJUNAGADH

જૂનાગઢ ગ્રામ્યની ૪૧ પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ માટે નિબંધ સ્પર્ધા યોજાઈ

મતદાનના મહત્વ વિશે ૯૩૪ વિદ્યાર્થીઓએ મૌલિક વિચારો આલેખ્યા

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂનના મતદાન થનાર છે. ત્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ જૂનાગઢ ગ્રામ્યની ૪૧ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ મતદાનના લાભાલાભ વિશે નિબંધ લખ્યા હતા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વૉટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન- SVEEP અંતર્ગત આયોજિત નિબંધ સ્પર્ધામાં ૯૩૪ કેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને મતદાનના મહત્વ વિશે પોતાના મૌલિક વિચારો આલેખ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાને મતદાન જાગૃતિ માટેના વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છેમતદાન જાગૃતિની આ ઝુંબેશમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ગ્રામજનોને અચૂક મતાધિકારના ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!