GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

બહેનો માટે મહત્વનો કાર્યક્રમ યોજાયો

 

*જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ તથા સાયબર સેફટી અન્વયે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું*

જામનગર (ભરત ભોગાયતા)

 

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર ૧૦માં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે ડેપ્યુટી મેયરશ્રી ક્રિશ્નાબેન સોઢાનાં અધ્યક્ષસ્થાને મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સામાજિક કાર્યકરશ્રી પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા ઘરેલું હિંસા ૨૦૦૫ કાયદા અંગે તથા પી.એસ.આઈ.શ્રી એચ.કે. ઝાલા દ્વારા સાઈબર ક્રાઈમ અંગે, ડીજીટલ માધ્યમથી મહિલાઓને સોશિયલ મીડીયાના માધ્યમથી થતા ગુન્હાઓ સબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. પૂજાબેન ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેટરોશ્રી પાર્થભાઈ જેઠવા, શ્રી મુકેશભાઈ માતંગ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન વર્ણાગર, સાઈબર ક્રાઈમ બ્રાન્ચ ટીમ, ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર,PBSC,VMK ટીમ તથા બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી જાગૃતિ શિબિરને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડીસ્ટ્રીક કોર્ડીનેટરશ્રી બંસીબેન ખોડીયાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જામનગત જીલ્લા માહિતી કચેરીના સીનિયર સબ એડીટર પારૂલબેન કાનગળએ ના.મા.નિ. સોનલબેન જોષીપુરાના માર્ગદર્શન હેઠળ જણાવ્યુ છે
________________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!