Oplus_0


બનાસકાંઠામાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ -2015ની કલમ -50 મુજબ સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી,પાલનપુર અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર કાર્યરત છે.જેમાં અનાથ,ગુમ થયેલા,મળી આવેલા,ભયકંર રોગ થી પીડાતા માતા-પિતાના બાળકો,એક વાલી વાળા બાળકો તેમજ કાળજી,સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને આશ્રય આપી સમયાંતરે સમાજની મુખ્ય ધારા માં યોગ્ય પુન:સ્થાપન કરવામાં આવે છે.ગુજરાત સરકાર સામાજિક વિભાગના ઠરાવ થી નવીન નિરીક્ષણ સમિતિ,બાળ ન્યાય(બાળકો ની કાળજી અને રક્ષણ)2019 નો નિયમ -41(3)અને 41(9) મુજબ સંસ્થાઓ નુ નિરીક્ષણ કરવાનું થાય છે.જેમાં પ્રત્યેક બાળકોનો યોગ્ય વિકાસ,આરોગ્ય,શિક્ષણ તેમજ સંસ્થાની ભૌતિક સુવિધાઓનુ દર ત્રણ માસે સબ-ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને નિરીક્ષણ કરવાનું થતું હોય છે.જે અંતર્ગત આજ રોજ માન. સબ-ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રતિનિધિ તરીકે પાલનપુર શહેર મામલતદાર શ્રી કેતનભાઈ ચૌધરી સાહેબ તા.25 જુલાઈ 24 ના રોજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર ખાતે નિરીક્ષણ સમિતિ બેઠક યોજવામાં આવેલ.જેમાં બાળકોના આધારકાર્ડ નીકળવા બાબતે ચર્ચા કરેલ તથા સંસ્થાની જરૂરિયાત સમારકામ બાબતે ઝડપથી પરીપૂર્ણ થાય તે બાબતે ચર્ચા કરેલ તેમજ સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી,પાલનપુર અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર નુ નિરીક્ષણ પણ કરેલ આમ સદરહુ નિરીક્ષણ બેઠકમાં નિરીક્ષણ સમિતિના સભ્ય સચિવશ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, બનાસકાંઠા, અને સભ્યો શ્રી બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી,જિલ્લા સમાજ સુરક્ષાઅધિકારીશ્રી,બનાસકાંઠા,નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી,માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)પાલનપુર, બનાસકાંઠા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બનાસકાંઠા,જિલ્લા સુપરવાઇઝર શ્રી યુ.આઈ.ડી. શાખા,મામલતદાર કચેરી, પાલનપુર તેમજ શિક્ષણના નિષ્ણાંત,બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સામાજિક કાર્યકર,અને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંત વગેરે હાજર રહ્યા
ક્રાંતિકારી સેના મોરબી દ્વારા મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
મોરબીમાં ત્રીપલ મર્ડર કેસના 11 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ પોલીસ કર્મીઓનો દારૂની મેહફીલ નો વિડીયો વાયરલ
Follow Us
Back to top button
error: Content is protected !!