
તા.૨૦.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરાની ‘ટચ ધ લાઇટ’ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સાહિત્ય મળવાના મામલે શરૂ થઈ તપાસ
ગાંધીનગરથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સીધા દાહોદ જિલ્લાના ફતેપુરા દોડી આવ્યા સરકારી શાળાઓ માટે ફાળવેલા પુસ્તકો અને સ્માર્ટ બોર્ડ ખાનગી શાળામાં પહોંચતા મચ્યો ખળભળાટ પ્રાદેશિક કમિશનર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડીઈઓ દ્વારા શરૂ કરાયો તપાસનો ધમધમાટ સરકારી સાહિત્ય ખાનગી સંસ્થામાં કેવી રીતે પહોંચ્યું તે અંગે અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ શરુ કરાઈ શિક્ષણ વિભાગ સફાળો જાગીને સમગ્ર કૌભાંડની સત્યતા બહાર લાવવા માટે મેદાને ઉતાર્યો ગાંધીનગર અને દાહોદના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ફતેપુરામાં સ્થળ તપાસ હાથ ધરાઈ ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર તત્વો અને સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો તપાસના અંતે કસૂરવાર સાબિત થનારા લોકો સામે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાશે શિક્ષણ આલમને શરમમાં મૂકતી આ ગંભીર ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગયો છે





