તા.૨૪.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરને અડીને પરેલ વિસ્તાર તરફથી પસાર થતાં રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની અડફેટે એક અજાણી મહિલા આવી જતાં મહિલાનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યાંનું જાણવા મળે છે
દાહોદના પરેલ વિસ્તાર તરફ ૩૨ ક્વોટર્સ નજીકના રેલ્વે ટ્રેક પરથી તા.૨૩.૦૫.૨૦૨૫ ના સાંજના ૦૬.૦૦ કલાકના સમયે જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી તે વેળાએ ટ્રેક ઓળંગી રહેલ એક અજાણી મહિલા આ ટ્રેનને અડફેટે આવી જતાં અજાણી મહિલાને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેને પગલે મહિલાનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસ તેમજ અધિકારીઓને થતાં રેલ્વે અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં અજાણી મહિલાના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ મહિલાના હાથમાં સંગીતા નામનું ચિત્રનું નિશાન હતું. આ અજાણી મહિલાના વાલી વારસની પોલીસે શોધખોળ પણ હાથ ઘરી છે ત્યારે આ સંબંધે રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે