GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬: ૬૯ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદારો ૨૯ અને ૩૦ નવેમ્બરે તેમના ફોર્મ જમા કરાવી શકશે

તા.૨૭/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ૬૯ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ ૨૯ તથા ૩૦ નવેમ્બર ના રોજ નીચેના સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.

સ્થળ :- (૧) મામલતદાર રાજકોટ શહેર પશ્ચિમ ની કચેરી, આત્મીય કોલેજ સામે, રાજકોટ

(૨) પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૨ની કચેરી, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ

(૩) વોર્ડ નં..૧, ૨, ૩, ૭, ૮, ૯, ૧૦ અને ૧૧ ની વોર્ડ ઓફીસ

(૪) સંબંધિત મતદાન મથકો ખાતે

તા.૨૯/૧૧/૨૦૨૫ના રોજ બપોરના ૧૨ : ૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી અને તા.૩૦/૧૧/૨૦૨પ ના રોજ સવારના ૧૦ : ૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની સૂચના મુજબ મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત આ આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા મતદારોને ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૨, શ્રી મહેક જૈનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!