ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠીનું આયોજન

આણંદ – સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠીનું આયોજન

તાહિર મેમણ – આણંદ – 30/03/2025 – યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠી કાર્યક્રમનું આયોજન “ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ વી .પી.રામાણી અને ડો મનન મહેતા દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, સ્વતંત્રતા આંદોલન તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વક્તવ્ય રજૂ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની સાથે જ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમમાં આણંદની પી.એમ.પટેલ કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.પાર્થ બીપીનભાઈ પટેલ , સેક્રેટરી અને રજીસ્ટ્રાર ડો. ઈશિતા પટેલ, ડોં.યુગ્માબેન પટેલ, ડો.એમ.સી.પટેલ,પી.એમ.પટેલ કોલેજના આચાર્યશ્રી,સ્ટાફગણ તેમજ કોલેજના વિધ્યાર્થીઓ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી આણંદના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!