ANANDANAND CITY / TALUKO

આણંદ જિલ્લામાં 2,57,669 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા*

*આણંદ જિલ્લામાં 2,57,669 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા*

તાહિર મેમણ – આંનદ – 01/05/2026 -મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર લગાવવા અંગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આણંદના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર શ્રી કે.એમ. શાહ ના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર એટલે કે સ્માર્ટ ગ્રાહક ડિજિટલ વીજ વ્યવસ્થાપન તરફનું એક મહત્વનું પગલું છે.

 

તેમણે વધુમાં જણાવ્યું કે મધ્ય ગુજરાતના પાંચ સર્કલ જેમાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ગોધરા, નડિયાદ અને આણંદ પાંચ સર્કલ નો સમાવેશ થાય છે. આ પાંચ સર્કલમાં આણંદ જિલ્લામાં સૌથી વધારે એટલે કે 40.76% ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

 

આણંદ જિલ્લામાં કુલ 6,32,189 કનેક્શન આપવામાં આવ્યા છે તે પૈકી આજ દિન સુધીમાં ₹2,57,69 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

 

સ્માર્ટ મીટરના મુખ્ય ફાયદાની વાત જણાવતા તેમણે કહ્યું કે મેન્યુઅલ રીડિંગ ની જરૂર નથી. અંદાજિત બિલ નહીં, જેટલું વપરાશ એટલું જ બિલ એટલે કે ચોક્કસ બીલિંગ આવે છે. મોબાઈલ એપ અને પોર્ટલથી ગ્રાહક જાતે વીજ વપરાશ તપાસી શકે છે એટલે કે રીયલ ટાઈમ મોનિટરીંગ થાય છે. ગ્રાહકને સ્માર્ટ મીટરના કારણે વીજ બીલ ઘટાડવામાં મદદરૂપ બને છે. સ્માર્ટ મીટરમાં પ્રીપેડ સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહક ઇચ્છે તો પ્રીપેડ અથવા પોસ્ટપેડ સુવિધા મેળવી શકે છે. આ સ્માર્ટ મીટરમાં મોબાઈલ જેવી જ રિચાર્જ સિસ્ટમ હોય છે અને મહિનાના અંતે બિલની ખબર પડે છે. સ્માર્ટ મીટરમાં સંપૂર્ણ ઓટોમેટિક સિસ્ટમ હોવાના કારણે મીટર રીડર વિઝીટ ની જરૂર રહેતી નહીં. વીજ વિક્ષેપ ની ઝડપી માહિતી ઉપલબ્ધ થાય છે તેથી ઝડપી ખામી શોધીને ત્વરિત દૂરસ્તી કરવામાં આવે છે.

 

તેમણે વધુમાં કહ્યું કે સ્માર્ટ મીટર અપનાવવાથી સરળતા, સમયની બચત, પારદર્શિતા અને ડિજિટલ સેવાનો લાભ મળે છે. જેથી સ્માર્ટ મીટર અપનાવીને સ્માર્ટ ગ્રાહક બનવા તેમણે આણંદ જિલ્લાના નગરજનોને અનુરોધ કર્યો છે.

 

શ્રી શાહ વધુમાં જણાવ્યું કે સ્માર્ટ મીટર બાબતે વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર 19124 અથવા વેબસાઈટ www.mgvcl.com વધુ જાણકારી મેળવી શકાય છે.

 

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગ્રાહક સેવા એ જ અમારું ધ્યેય તેવી નેમ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Back to top button
error: Content is protected !!