ANANDANAND CITY / TALUKO

આણંદમાં આવતીકાલે યોજાનાર ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમના લઈને બેઠક યોજાઈ

આણંદમાં આવતીકાલે યોજાનાર ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમના લઈને બેઠક યોજાઈ

તાહિર મેમણ – આણંદ 28/10/2024 – સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. એકતા દિવસના સંદર્ભમાં સમગ્ર દેશમાં રન ફોર યુનિટી સહીતના ભવ્ય કાર્યક્રમો યોજાવાના છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવતીકાલે તારીખ 29 મી ઓક્ટોબરના રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે, આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રન ફોર યુનિટી કાર્યક્રમમાં સહભાગી થનાર જિલ્લાના નાગરિકો,શાળા, કોલેજના વિદ્યાર્થીઓ તથા એનસીસી કેડેટ અને એનએસએસ સ્વયંસેવક વગેરે માટે પીવાના પાણી તથા અન્ય સુવિધાઓ કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરે સૂચના આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર એસ દેસાઈ સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!