MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શરૂ

મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શરૂ

૧૮ વર્ષની ઉંમર તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓટોમોબાઇલ સેકટરનો ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો નિ:શુલ્ક શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
આ શોર્ટ ટર્મ કોર્ષ કરવા માટે ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ વર્ષની ઉંમર તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ ૧૦ પાસ કર્યાની માર્કશીટ , જાતીનુ પ્રમાણપત્ર , ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સની નકલ, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ વગેરે સાથે લઈને જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા ૯૨૭૪૩૪૯૯૩૫, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!