આણંદ મેયરે દુકાનદાર ને કહ્યું જો સાફ સફાઈ નહિ રાખો તો દંડ ની જોગવાય કરવામાં આવશે.

આણંદ મેયરે દુકાનદાર ને કહ્યું જો સાફ સફાઈ નહિ રાખો તો દંડ ની જોગવાય કરવામાં આવશે.

તાહિર મેમણ -આણંદ – 08/06/2025 – આણંદ – આણંદ નવા બસસ્ટેન્ડ પાસે મેયર અને કોપરેટર દ્વારા સાફ સફાઈ જુમ્બેશ હાથ ધરવામાં આવી એક દુકાન આગળ કચરો જોતા મૈયરે દુકાનદાર ને કહ્યું જો સાફ સફાઈ નહિ રાખો તો દંડ ની જોગવાય કરવામાં આવશે.દેશના યશસ્વી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સક્ષમ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થયા છે.
ભારતીય જનતા પાર્ટી આણંદ શહેર દ્વારા તારીખ 8 જૂન ના રોજ સ્વચ્છતા સપ્તાહ અભિયાનની શરૂઆત આજ રોજ આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતેથી કરવામાં આવી.
સ્વચ્છતા અભિયાનમાં કરમસદ આણંદ મહાનગર ના પ્રથમ નાગરિક દીપીકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર, પક્ષના નેતા અમિતભાઈ પુરોહિત, દંડક હિરલ શાહ, ભારતીય જનતા પાર્ટી આણંદ શહેર સંગઠનના મહામંત્રી હિરેનભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા સૌ કોર્પોરેટર ઓ, ભારતીય જનતા પાર્ટી આણંદ શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલર શ્રીઓ,ભારતીય જનતા પાર્ટીના આણંદ શહેર મોરચાના હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના કર્મોનીષ્ઠ કાર્યકર્તા જોડાયા હતા.




