ANANDANAND CITY / TALUKO

આણંદ નગરપાલિકા ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર દુસ્કર્મ આચારવાનો આરોપ.

આણંદ નગરપાલિકા ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર દુસ્કર્મ આચારવાનો આરોપ.

તાહિર મેમણ – આણંદ 18/11/2024 – આણંદ નગરપાલિકા ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર દુસ્કર્મ આચારવાનો આરોપ લોકો એ રંગે હાથ ઝડપી ને મેથીપાક ચખાડિયો નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઇ પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો એ વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે એ વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતાં દીપુ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતાં આરોપી દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. ત્યારે પોલીસે પીડિતાના પરિવાર સાથે મારામારી કરનાર દીપુ પ્રજાપતિના સાગરીતોને ઝડપીને પૂછપરછ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે દીપુ પ્રજાપતિનાં કાળાં કારનામાં બહાર આવતાં જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે.
મતદાર સ્લિપ આપવાના બહાને નંબર મેળવ્યો હતો
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ છએક માસ અગાઉ મતદાર સ્લિપ આપવાના બહાને એક પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તે સાથે વાતચીત શરૂ કરી હતી. એ બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકીઓ આપી પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ સિલસિલો યથાવત્ હતો.
મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
પરિણીતાનાં પરિવારજનો સાથે મારામારી કરી
બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈ અને તેમના સાગરીતો લાકડી, પાઈપ જેવાં હથિયાર લઈને દોડી આવ્યા હતા અને પરિણીતાનાં પરિવારજનો સાથે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો સામે પક્ષે પરિણીતાનાં પરિવારજનો તેમજ પાડોશીઓએ કરેલા હુમલામાં આ દીપુ પ્રજાપતિ ઘાયલ થયો હતો, જેથી દીપુ પ્રજાપતિ સૌપ્રથમ નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી અને ત્યાર બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે.

Back to top button
error: Content is protected !!