આણંદના નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈની બદલી થતા અપાયું ભવ્ય વિદાયમાન

આણંદના નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈની બદલી થતા અપાયું ભવ્ય વિદાયમાન

તાહિર મેમણ – આણંદ – 10/06/2026 – કલેકટર કચેરી આણંદ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી તરીકે ફરજ બજાવતા ઋતુરાજ દેસાઈની બદલી વડોદરા ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા આજે તેઓને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું.
પ્રારંભમાં કેક કાપીને શુભેચ્છા આપવામાં આવી હતી ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેકટરશ્રીઓ, મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ અને ક્લાર્ક તથા જિલ્લા કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ તેમની કેબિનમાંથી બહાર નીકળી અને ગાડીમાં બેઠા ત્યાં સુધી તેઓના ઉપર પુષ્પ વર્ષા કરી ને ભવ્ય વિદાય આપવામાં આવી હતી.
આ સમયે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ શુભકામનાઓ આપતા જ શ્રી ઋતુરાજ દેસાઈ ગદગદિત થઈ ગયા હતા અને તેઓ તેમની આંખમાંથી આંસુને રોકી શક્યા ન હતા તેમણે જણાવ્યું કે આવું ભવ્ય વિદાયમાન મને પહેલીવાર મળી રહ્યું છે, આમ કલેક્ટર કચેરી આણંદ ખાતે આજે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.



