બોરસદ બ્લોક રીસોર્સ સેન્ટર ખાતે યુવા અનસ્ટેપેબલ સંસ્થાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું.
બોરસદ બ્લોક રીસોર્સ સેન્ટર ખાતે યુવા અનસ્ટેપેબલ સંસ્થાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – આણંદ – 29/09/2024- દિવ્યાંગ બાળકોના કીટ આજ રોજ બી.આર.સી ભવન વઘવાલા બોરસદ, બ્લોક રીસોર્સરૂમ સેન્ટર ખાતે યુવા અનસ્ટેપેબલ સંસ્થા દ્વારા આવેલ દાતાશ્રીઓ શ્રી હરિથા મેડમ, શ્રી નાગદેવસિંહ ઝાલા તથા શ્રી સાગરભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બી.આર.સી કો.ઓ શ્રી નિકુંજભાઈ સોલંકી ઉપસ્થિત કાર્યક્રમમાં રહ્યા હતા.સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ આવેલ મહેમાનશ્રીઓ દિવ્યાંગ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.તયારબાદ દાતાશ્રીઓ દ્વારા રીસોર્સરૂમમાં આપવામાં આવેલ VI, ID તથા HI બાળકો માટે આપવામાં આવેલ કીટનો દિવ્યાંગ બાળકોના શિક્ષણકાર્ય અને બાળકોની સકીલ ડેવલપમેન્ટ કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે તમામ સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા બાળકોના વાલીશ્રીઓના વિવિધ પ્રતિભાવ લેવામાં આવ્યા.અંતમા તમામ સ્પેશિયલ એજ્યુકેટર રીટાબેન સોલંકી, વિલાસબેન દવે, ઉર્મિલાબેન પરમાર, તથા નિલેશકુમાર રાઠોડ દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપ્યું અને રાષ્ટ્રગાન ગાઈ છુટા પડ્યા…