મેમણ સમાજ આણંદ દ્વારા મેમણ ક્રિકેટ લીગ 8 નું સફળ આયોજન કરવામાં આવ્યું.

મેમણ સમાજ આણંદ દ્વારા મેમણ ક્રિકેટ લીગ 8 નું સફળ આયોજન કરવામાં આવ્યું.

તાહિર મેમણ – આણંદ – 23/05/2026 – મેમણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ લીગ ટુર્નામેન્ટ સતત 8વર્ષ થી મેમણ સમાજ દ્વારા યોજવામાં આવે છે.આ વખતે મેમણ સમાજ ની સાથે આણંદ ના પ્રતિષ્ઠિત એડવોકેટ મહેશ ભાઈ મકવાણા ની ટીમ એ પણ ભાગ લીધો હતો જેથી યુવાઓ ને રમત ગમત મુદ્દે પ્રોત્સાહિત કરી થાય.સાથે સૈયદ સમાજ કાદર ભાઈ ની ટીમ,અને વોહરા સમાજ ની અને અન્ય મેમણ સમાજ ના તમામ યુવાઓ ની ટીમ સહિત 8 ટીમો એ ભાગ લીધો હતો જેમાં આયોજકો દ્વારા વિજેતા ટીમ,ઉપ વિજેતા ટીમ,બેસ્ટ બોલર,બેસ્ટ બેટ્સમેન અને તમામ મેચ માં મેન ઓફ થ મેચ ની ટ્રોફી આપવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ નું સફળ આયોજન મેમણ સમાજ ના ઈલિયાસ ભાઈ મેમણ,તુફેલ મેમણ,આસિફ મેમણ,અને ઇમરાન મેમણ દ્વારા કરવામાં આવ્યું.સાથે મેમણ સમાજ ના યુવાઓ સરમદ રાજા મેમણ,આબીદ મેમણ,અમીન મેમણ,સાજીદ મેમણ,નદીમ મેમણ,અસફાક મેમણ,એજાજ મેમણ.અદનાન મેમણ,આસિફ મેમણ સહિત તમામ યુવાઈ એ સહકાર આપ્યો તે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા.




