BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી ચાર રસ્તા ખાતે પોલીસનું ચેકિંગ હેલ્મેટ વિના ના ટુ વ્હીલર ચાલકો દંડાયા 

રાજપારડી ચાર રસ્તા ખાતે પોલીસનું ચેકિંગ હેલ્મેટ વિના ના ટુ વ્હીલર ચાલકો દંડાયા

 

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર હેલ્મેટ વગર વાહનો હંકારતા લોકોને દંડ ફટકારવાનું કામ પોલીસ કરી રહીછે તેવામાં ઝગડિયા તાલુકાના રાજપારડી ગામના ચાર રસ્તા ખાતે પોલીસે હેલ્મેટ વિના બાઈકો ચલાવતા લોકોને ઉભા રાખી દંડ આપ્યો હતો રાજપારડી પોલીસે સાંજના સમયે આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરતા કેટલાય લોકો હેલ્મેટ વગર બાઈક લઈને જતા પકડાયા હતા જોકે હાલ સોસીયલ મીડિયાનો સમય હોઇ સોસીયલ મીડિયામાં પોલીસના વાહન ચેકીંગની વાત ફેલાય જતા બાઈક ચાલકો અમુક સમય માટે ચાર રસ્તા નજીક નજરે પડ્યા ન હતા પોલીસે આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરી હેલ્મેટ વિના બાઈક ચલાવતા લોકોને દંડ આપતા સ્થાનિક બજાર સુમસામ નજરે પડ્યું હતું

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!