ANANDANAND CITY / TALUKO

આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની હિરક જ્યંતી ઉજવણીના અવસરે   કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની હિરક જ્યંતી ઉજવણીના અવસરે   કેન્દ્રિય ગૃહ અને
સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

તાહિર મેમણ : આણંદ – 21/10/2024 – આજે તા.૨૨ ઓક્ટોબરના રોજ  સવારે ૯:૩૦ કલાકે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આણંદની હિરક જ્યંતી
ઉજવણીના અવસરે  કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી રાજીવ રંજન સિંઘ અને જ્યોર્જ કુરિયનની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ, આણંદની સ્થાપનાના સફળતાપૂર્વક ૫૯ વર્ષ પૂર્ણ થયાને બોર્ડ તેના ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું
છે.આમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આજે તા. ૨૨ ઓકટોબર ૨૦૨૪ના રોજ  હિરક જંયતી  ઉજવવા જઈ રહ્યું છે.
આ ઉજવણી સવારે ૯:૩૦ કલાકે  ટી. કે. પટેલ ઓડિટોરિયમ, એનડીડીબી કેમ્પસ, આણંદ ખાતે આયોજિત થનાર છે.

અત્રે નોંધનિય છે કે, ભારતમાં ડેરી વિકાસના કાર્યો તથા આવા કાર્યોને સહકારી પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતી રાષ્ટ્રીય વિકાસ 
સંસ્થા એટલે આણંદમાં આવેલ  નેશનલ ડેરી ડેવલ્પમેન્ટ બોર્ડ.જેની સ્થાપના વર્ષ ૧૯૬૫માં થઈ હતી.
આ ઉપરાંત અમૂલના આદ્ય સ્થાપક શ્રી ત્રિભોવનદાસ પટેલની જન્મજયંતિની પણ આજે તા.૨૨ ઓક્ટોબરના રોજ ઉજવણી
કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!