અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સમીર પટેલ, અંકલેશ્વર
અંકલેશ્વર શહેર મા ટ્રાફિક ની સમસ્યા દિન પ્રતિદિન વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે તેમાંય પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભરણ અને ખખડધજ માર્ગોને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે દિન પ્રતિદિન આ સમસ્યા વધુને વધુ વક્રી રહી છે જેને લઇ અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં મુખ્યમાર્ગને ઉપર કરાયેલાગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને અસર થતી હતી. જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી. ત્યારે સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ ક્લોડિયાની સૂચનાથી 35 કર્મચારીઓની 2 ટીમ બનાવવામાં આવી હતી. આ 2 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચૌટા નાકાના તમામ વિસ્તારોમાં આ ઝુંબેશ સાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગે અડીને ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો.
આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 50થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હતા જે અંગેની ફરિયાદ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.