હાલોલ:રાજગઢ પાલ્લા ગામે સૈયદ સરકાર ઉસ્માનમીયાના વાર્ષિક ઉર્સની ઉજવણી અને ખાનકાહે એહલે સુન્નતના સૈયદ મોઇનુદ્દીન કાદરી બાબાની ખીરાજે અકીદતમા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૧૧.૨૦૨૪
ઘોંઘબા તાલુકાના પાલ્લા ગામે આજે રવીવાર ના રોજ સવારે 10 વાગ્યાથી સૈયદ ઉસ્માનમીયા બાવાના ઉર્ષનો અને ઓલાદે ગોષે આજમ અને ખાનકાહે એહલે સુન્નતના શેજાદાએ અઝીમેં મિલત સૈયદ પીરે તરિકત સરકાર મોઇને મિલ્લતના ખીરાજે અંકિદત માં રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા ની SSG બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં 39 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.વધુમા રાજગઢ ગામમાં દર વર્ષે આનંદમેળાનુ પણ આયોજન કરવામાં આવે છે.જ્યાં નાના નાના ભૂલકાઓ આનંદ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.અહીંયા હિન્દુ – મુસ્લિમ તેમજ અનેક સમાજ ના લોકો સરકાર સૈયદ ઉસ્માન મીયાં બાવાના દરગાહ પર દર્શન તેમજ મન્નતો લઈ ને લોકટોળા ઉમટી આવતા હોય છે તેમજ દર વર્ષ ની જેમ મુસ્લિમ ધર્મના રીતી રિવાજ મુજબ બાળકો ના ખતના કેમ્પનું પણ આયોજન કરાયેલ હતું અને તેમાં પણ 39 બાળકોની ખતના કરાઈ હતી.જ્યારે આ ઉર્ષ નિમિતે તકરીર પોગ્રામનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં યું.પીના સૂફી સંત સૈયદ પીર અબુબકર શિબ્લી મીયાં અશરફીઉલ જીલાની તેમજ અનેક ધર્મ ગુરુઓ તકરીરી પોગ્રામમાં ઉપસ્થિત રહેશે ત્યાર બાદ ઉપસ્થિત રહેનાર શ્રદ્ધાળુઓ તેમજ અનુયાયીઓને આમ નિયાઝ એટલે કે પ્રશાદી નો લાભ પણ લેશે.