GUJARATMODASA

ભિલોડા અને રાજસ્થાનની હદ ઝાંઝરી, કુંડોલપાલ વિસ્તારમા વિપુલ પ્રમાણમાં દારૂની ગાડીઓ ની હેરાફેરી થતી હોવાના આક્ષેપો સાથે કલેકટરને અરજી આપવામાં આવી

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ભિલોડા અને રાજસ્થાનની હદ ઝાંઝરી, કુંડોલપાલ વિસ્તારમા વિપુલ પ્રમાણમાં દારૂની ગાડીઓ ની હેરાફેરી થતી હોવાના આક્ષેપો સાથે કલેકટરને અરજી આપવામાં આવી

 

અરવલ્લી જિલ્લો રાજેસ્થાન ની સરહદે આવેલ જિલ્લો છે જ્યાં મોટા ભાગે કેટલેક અંશે દારૂની હેરાફેરી થતી હોય છે જેને લઇ પોલિસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે દારૂનો વેપલો અટકાવવા પોલિસ ખડેપગે પણ રહે છે પરંતુ કેટલીક વાર મિલી ભગતે લઇ દારૂની હેરાફેળી ને લઇ અવનવી ચર્ચાઓ ચાલતી હોય છે. ત્યારે દારૂનું દુષણ અટકાવવા માટે અરવલ્લી જિલ્લામાં ગ્રામજનો મેદાને આવ્યા છે. કેમ કે જિલ્લામાં ભરોસો કરવો તો કોનો કરવો..? જેવા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ભિલોડા તાલુકો રાજસ્થાન બોર્ડરની હદમાં આવેલો તાલુકો છે.જે ભિલોડા અને રાજસ્થાનના હદમાં આવતા ગામડાઓ કુંડોલપાલ, ઝાંઝરી, ભાણમેર, ધનસોર, પાટીયાકુવા, જેવા ગામો ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તેની હદમાંથી દરરોજ દારૂભરીને ગાડીઓ કાઢવામાં આવતી હોવાના આક્ષેપો સાથે આવેદન પત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકાના હદ વિસ્તારના ગામડાઓના લોકોની ફરીયાદને આધારે માહિતી મળતા રોજની અહીંથી ફોર વ્હીલરમાં અને બાઈકો પર દારૂ ભરીને પુર ઝડપે ગાડીઓ નિકળે છે.લોકોને એક્સીડન્ટ થાય તેવું લાગી રહ્યું છે અને લોકોમાં ભયજનક વાતાવરણ સર્જાયેલ છે . જેમાં મૌખિક અને પ્રાથમિક તપાસ કરતાં હાલ ભિલોડા પોલીસ સ્ટેશનમાં આશરે ત્રણ મહિનાથી ફરજ બજાવતા ભિલોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.પી.ડાભી સાહેબ પોતાની પ્રાઈવેટ લાલ કલરની મારૂતી સુઝુકીની બલેનો જેનો નંબર – જી.જે. ૧૮ બી.જી.૮૧૨૭ લઈ તેઓ સીવીલ ડ્રેસમાં બોર્ડરની હદમાં ઉભા રહી એમની રહેમરાહ નીચે દારૂની ગાડીઓ પસાર કરવામાં મદદરૂપ થાય છે. તેમજ અન્ય બે(૨) પોલીસ કર્મી (ડી સ્ટાફ) ફરજ બજાવતા નામે રાજેન્દ્રભાઈ કાન્તિભાઈ, નરેન્દ્રસિંહ દિપસિંહ જેઓ પોતાની સફેદ કલરની નંબર પ્લેટ વગરની અલ્ટો ગાડી લઈને આ દારૂ ભરેલ ગાડીઓનું પેટ્રોલીંગ કરી ભિલોડા અને સાબરકાંઠા હદ વિસ્તાર પસાર કરવામાં મદદરૂપ થાય છે. અને ત્યાના લોકો જોડે પ્રાથમિક માહિતી મળતાં પી.એસ.આઈ. પી.પી. ડાભી  પોતે હું ડી.એસ.પી.નો માણસ છું એવું કહી સ્થાનિક લોકોપર રોફ જમાવે છે તેવો ઉલ્લેખ આવેદન પત્રમાં કર્યો છે સાથ આ ગાંધીના ગુજરાતમાં પોલીસ અધિકારીઓ બુટલેગર બનીગયા હોય એવું લાગે છે.સાથે ભિલોડા તાલુકો અરવલ્લી જિલ્લામાં આવતો હોઈ આ વિસ્તારમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોવાથી કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા  નિષ્પક્ષ તપાસ થાય તો અન્ય પણ નામો ખુલે તેમ છે. તે સાથે યોગ્ય તપાસ કરી જે તે અધિકારી પર યોગ્ય પગલાં ભરવા વિનંતી.સાથે  ભિલોડા કૉંગેસ સમિતિ પ્રમુખ તેમજ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!