DAHODGUJARAT

સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર નાના બાળકોને આધારકાર્ડ વારંવાર રિજકેટ જતા કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી

તા.૧૪.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર નાના બાળકોને આધારકાર્ડ વારંવાર રિજકેટ જતા કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી

સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સંજેલી ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ તાવીયાડ ના નેતૃત્વમાં સંજેલી તાલુકા કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં રજુઆત કરાઈ યુવાનેતા જયેશ સંગાડા એ જણાવ્યું કે ૦ થી ૫ વર્ષના બાળકોના નવીન આધારકાર્ડ માટે બાળકના જન્મ પ્રમાણપત્ર કાઢવામાં તકેદારી રાખી જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા દરેક ગ્રામ પંચાયત કચેરીનેના VCE એક દિવસીય મિટિંગ કરી ટ્રેનિંગ આપી વ્યવસ્થિત જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા આદેશ કરવા રજુઆત કરાઈ અભણ અશિક્ષિત વાલીઓને ખ્યાલ હોતો નથી અને બાળકોના જન્મ પ્રમાણપત્ર વારે ઘડીએ સુધારો કરાવવો પડતો હોવાથી ..આધારકાર્ડ સેન્ટર ના કર્મચારીઓ , ગ્રામ પંચાયત VCE , તથા જનતાને માહિતીના અભાવે તકલીફ પડી રહી છે વારંવાર આધારકાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે VCE દ્વારા તકેદારી રાખી મુખ્ય ચાર મુદ્દાઓ ધ્યાને રાખી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવે (1) બાળકનું પૂરું નામ હોવું જોઈએ (૨) માતાનું નામ માતાના આધારકાર્ડ પ્રમાણે (૩) પિતાનું નામ આધારકાર્ડ પ્રમાણે (૪) પિતાના આધારકાર્ડ પ્રમાણે સરનામું ૧૫ નવેમ્બર ના રોજ લગભગ દરેક ગ્રામ પંચાયત માં ગ્રામ સભા યોજવામાં આવનાર છે આ ગ્રામ સભામાં VCE ને ૫,મિનિટની ટ્રેનિંગ આપવામાં આવે જેથી જન્મ પ્રમાણપત્ર માં થતી ભૂલો ન થાય અને જનતાને વારંવાર જન્મપ્રમાનપત્રો કાઢવામાં ધક્કા ખાવા ન પડે

Back to top button
error: Content is protected !!