અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી : બાયડના અમિયાપુરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિડિયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ,રાતોરાત હેડપંપનું મોઢું આર.સી.સી દ્વારા ફીટ કરી દેવામાં આવ્યું…!
*તપાસ આવતાં રાતોરાત હેન્ડપંપ ઉભો કરી દેવાયો*
મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના,અમીયાપુર ગામમાં તારીખ 25/ 9/ 2024 ના રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલાતા હોબાળાના પગલે જિલ્લા અને તાલુકા ટીમ તપાસ અર્થે પહોંચી હતી અને પંચાયત દ્વારા થયેલ શૌચાલય અને ટાકીની જગ્યાની તપાસની સાથે બીજા અન્ય કામોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે હજુ તપાસ ચાલુ છે તે દરમિયાન એક જાગૃત નાગરિકે તમામ કામોમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જણાવ્યું છે કે અમિયાપુર ગામમાં રાવળ સમાજના મકાનો પાછળ રાતોરાત હેડપંપનું મોઢું આર.સી.સી દ્વારા ફીટ કરી દેવાતા હોબાળો મચ્યો છે હેન્ડપંપના મોઢિયા નીચે કોઈ બોર નથી તેવું હેન્ડપંપનું મોઢું ઉપાડીને ગ્રામજનો એ સાબિત કરી દીધું છે તેમજ અમીયાપુરના ખારવામાં પણ સ્મશાનમાં બનાવેલ હેન્ડપંપ તેવી જ રીતે ઊભો કરી દેવામાં આવ્યો છે….!!!! જેથી પંચાયતના કામોમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ આવ્યું હોય તેવું હાલ લાગી રહયું છે