ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ભાજપના અગ્રણી ઓકારના કાફલા સાથે સરડોઈ થી વિલા મોઢે પરત ફર્યા, પ્રચાર કરવા જાય તે પહેલા જ વિરોધ…?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભાજપના અગ્રણી ઓકારના કાફલા સાથે સરડોઈ થી વિલા મોઢે પરત ફર્યા, પ્રચાર કરવા જાય તે પહેલા જ વિરોધ…?

મોડાસા રૂરલ પોલીસની ટીમ સરડોઈ પહોંચી ક્ષત્રિયોને સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ,ભાજપના અગ્રણીઓ વિલા મોઢે પરત ફર્યા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગે ટિપ્પણીનો વિવાદ સમગ્ર રાજ્યમાં ધીરેધીરે દાવાનળની જેમ ફેલાઇ રહ્યો છે અરવલ્લી જીલ્લાના ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભાના બેન બારૈયા ભાજપના અગ્રણીઓ સાથે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર હાથધર્યો છે શોભાના બેન બારૈયા અને ભાજપ માટે ક્ષત્રિય બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવો લોઢાના ચણા સમાન સાબિત થઇ શકે છે મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગામન પ્રવેશદ્વાર પર “ભાજપના નેતાઓ-કાર્યકરોને પ્રવેશબંધી’ના બેનરો લગાવી દીધા છે શોભાના બેન બારૈયા તેમની ટીમ સાથે સરડોઈ ગામમાં પ્રચાર અર્થે આવી રહ્યા હોવાની જાણ ક્ષત્રીય સમાજને થતાં ગામમાં એકઠા થઈ ગયા હતા ભાજપ ઉમેદવાર પહોંચે તે પહેલા રૂપાલા હાય.. હાય..ના નારા લગાવતા લાલપુર ગામમાં પ્રચાર કરી શોભાના બેન બારૈયા અને ભાજપના અગ્રણીઓ રૂટ બદલવા મજબૂર બન્યા હતા કેટલાક ભાજપના અગ્રણી ઓકારના કાફલા સાથે સરડોઈ થી વિલા મોઢે પરત ફર્યા હતા મોડાસા રૂરલ પોલીસ કાફલો સરડોઈ ગામમાં પહોંચી રાજપુત સમાજના અગ્રણીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ટસના મસ થયા ન હતા ભર બપોરે સરડોઈ ગામમાં રાજપુત સમાજના વડીલો અને યુવાનો એકઠાં થઈ રૂપાલાની ટીકીટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ કરવા દેવામાં નહીં આવેની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય વિકાસની વાતો કરવાના બદલે સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-દીકરીઓ અંગે કરેલ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો ક્ષત્રિય સમાજ રૂપાલાની ટીકીટ કપાવવી જોઇએની માંગ કરી રહ્યો છે ત્યારે જે પણ પક્ષે ટીકીટ આપી છે એ પણ નમતું જોખવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી તરીકે જે પક્ષે ટીકીટ આપી છે તેને વિનંતી કરવા માંગું છું કે જ્યાં સુધી રૂપાલાની ટીકીટ નહીં કપાય ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે આ વિરોધનો વાવાઝોડુ કયા જઈ અટકશે એ ભગવાન રામ જ જાણે હાલ પ્રચારનો માહોલ છે રાજકીય વાતાવરણ રાજકીય જ રહેવું જોઈએ એમાં કોઇ પણ જાતના વિઘ્ન વિરોધ ન થવા જોઇએ પરંતુ આ ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ દેશની અખંડિતા માટે ન્યોછાવર કરેલ એ સમાજની અનસુની થઈ રહી છે ત્યારે સરડોઈ ગામના ક્ષત્રિયો અને ગામલોકોએ સાથે મળી વિરોધ યથાવત રહેશે લોકસભા ઉમેદવાર ઉમેદવાર અને ભાજપના અગ્રણીઓ સરડોઈ ગામમાં પ્રચાર માટે ન આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!