
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાઓ દ્વારા શહેરના છાપરા રોડ, મંગલીયાવાડ, પંચ હાટડી, ગાંધી માર્કેટ, ગણદેવી નગરપાલીકાની તોરણગામ, સામુહિક આરોગ્ય કેન્દ્રની આસપાસ, સ્ટેશન રોડ, બીલીમોરા નગરપાલીકાના એસ.વી.પટેલ રોડ, ગોહરબાગ રોડ જેવા વિવિધ વિસ્તારોમાં રાત્રિ સફાઇ હાથ ધરવામાં આવી હતી.


