ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : સાબરડેરીના ડિરેક્ટરો અને કમિટીના બાબુઓ હવે તો દૂધનો ભાવ વધારો આપો..! અરવલ્લી – સાબરકાંઠાના પશુ પાલકો ની દયનીય હાલત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સાબરડેરીના ડિરેક્ટરો અને કમિટીના બાબુઓ હવે તો દૂધનો ભાવ વધારો આપો..! અરવલ્લી – સાબરકાંઠાના પશુ પાલકો ની દયનીય હાલત

હાલ ભારત દેશમાં શ્વેતક્રાંતિ થકી વધુમાં વધુ પ્રગતિ થાય તે માટે પશુપાલકને આગળ લાવવા વિવિધ સહાય થકી આગળ વધારવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય માં સામાન્ય માણસની જો કોઈ રોજી હોય તો તે છે પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલ લોકો હાલ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના મોટાભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને રાત દિવસ મજૂરી કરી પોતાના પશુઓને દોહી વિવિધ ડેરીઓ માં દૂધ ભરાવતા હોય છે જેના થકી ડેરીઓ પણ મોટી પ્રગતિ કરતી જોવા મળે છે

હાલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોની દયનીય હાલત જોવા મળી છે જેનું કારણ છે પશુ પાલકો ને દર વર્ષ એ મળતો ભાવવધારો જે હાલ આ સાલે હજુ સુધી પશુ પાલકો ને ફાળવવામાં આવ્યો નથી જેના કારણે નાનામાં નાનામાં પશુ પાલકો પણ એના પર નિર્ભર છે એક બાજુ ખેતીની સીઝન ચાલુ છે મોંઘા ભાવના બિયારણ લાવવા સાથે મજૂરી ખર્ચા પણ વધી રહ્યા છે જેમાં હાલ પશુપાલકો નો આધાર દૂધના દોહેલા રૂપિયા પર છે પરંતુ હજુ સુધી પશુ પાલકોને ભાવવધારો નથી મળ્યો જેના કારણે પશુ પાલકની દયનીય હાલત બની છે

સાબરડેરિના ડિરેકટરો અને તેમની કમિટી ખાસ કરીને દર વર્ષ એ ભાવ વધારો નક્કી કરતા હોય છે ગયા વર્ષેએ છઠ્ઠા મહિનામાં ભાવ વધારો આપી દેવામાં આવ્યો હતો પરંતુ આ સાલે હજુ સુધી વાર્ષિક સાધારણ સભા યોજાઈ નથી કે ભાવ વધારો પણ નક્કી નથી કરવામાં આવ્યો છતાં હજુ સુધી આ અંગે કોઈજ હિલચાલ જોવા નથી મળી ત્યારે આ બાબતે ડિરેકટરો જાગો અને પશુ પાલકોના દૂધના દોહેલા રૂપિયા હવે ચૂકવો તમારું પેટ તો ભરાશે તમારા પગારો થી પણ નાના પશુ પાલકોનું શું…? આ બાબતે બાયડના ધારાસભ્ય દ્વારા પણ રજુઆત કરવામાં આવી છતાં ડિરેકટરો નું પાણી પણ હલતું નથી.જો આગામી સમયે ઝડપથી ભાવ વધારો આપવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉંચારી છે

પશુ પાલકના દૂધના ભાવવધારા અંગેની માહિતી માટે સાબરડેરિના ચેરમેન શામળભાઈ ને ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દીવસ થી તેમણે ફોન ઉપાડવાનું ટાર્યું હતું

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button