
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ટ્રેક્ટર ભાડા કરારના નામે કુલ ₹ 1.76 કરોડનું મહાકૌભાંડ, માલપુર અને મેઘરજના 38 ખેડૂતો સાથે છેતરપિંડીની – 38 ટ્રેક્ટર અને 11 ટોલી ગાયબ,4 લોકો સામે ફરિયાદ નોંધાઈ
માલપુર તાલુકા ખેડૂતો પછી હવે મેઘરજ તાલુકાના ખેડૂતો ભાડા કરાર ટ્રેક્ટરમાં ભોગ બન્યા છે માલપુર માં 16 ખેડૂતો ભોગ બન્યા અને 87 લાખ ની કિંમતના ટ્રેક્ટર અને ટોલી ગાયબ થયા સાથે 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હવે મેઘરજ તાલુકામાં 22 ખેડૂતો ભોગ બન્યા છે અને 3 લોકો સામે છેતરપિંડી નો ફરિયાદ નોંધાઈ છે
મેઘરજ: અરવલ્લી જિલ્લામાં ટ્રેક્ટર ભાડે આપવાના નામે ખેડૂતો સાથે થયેલા કથિત મહાકૌભાંડનો મોટો મામલો સામે આવ્યો છે. મેઘરજ તાલુકાના 22 ખેડૂતો પાસેથી ટ્રેક્ટર અને ટ્રેલર ભાડે લઈ ભાડું ન ચૂકવવું અને કરાર પૂર્ણ થયા છતાં વાહનો પરત ન આપવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, **વિજયભાઈ રાધાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), સુનીલભાઈ કાન્તીભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ) અને પ્રવિણભાઈ કનકાભાઈ મસાર (લાલજીના પહાડીયા, માલપુર)**એ અગાઉથી ગુનાહિત કાવતરું રચી ખેડૂતોને ટ્રેક્ટર ભાડે આપશો તો દર મહિને નિયમિત ભાડું મળશે તેવી લાલચ આપી ટ્રેક્ટરો ભાડે લીધા હતા.
ફરિયાદી રામાભાઈ લક્ષ્મણભાઈ મસાર, રહે. વાગોરા (મુડશી), તા. મેઘરજએ જણાવ્યું છે કે પોતાના સહિત કુલ 22 ખેડૂતોના ટ્રેક્ટરો અને 4 ટ્રેલર (ટોલી) અલગ-અલગ સમયગાળામાં ભાડા કરાર કરીને લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં કેટલાક ખેડૂતોને થોડું ભાડું ચૂકવાયું, પરંતુ બાદમાં ભાડાની રકમ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
ભાડા કરાર પૂર્ણ થયા છતાં આરોપીઓએ ટ્રેક્ટરો અને ટ્રેલરો પરત ન આપતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અનેક ખેડૂતોના ટ્રેક્ટરો લોન પર ખરીદેલા હોવાથી તેઓ હજુ પણ બેંકના હપ્તા ભરી રહ્યા છે.ફરિયાદ મુજબ, 22 ટ્રેક્ટરોની અંદાજિત કિંમત ₹ 86.50 લાખ અને 4 ટ્રેલરની કિંમત ₹ 2.75 લાખ મળી કુલ ₹ 89.25 લાખની મિલકત આરોપીઓના કબજામાં હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડની દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ટ્રેક્ટરો ક્યાં રાખવામાં આવ્યા છે, અન્ય ખેડૂતો પણ આ કૌભાંડનો ભોગ બન્યા છે કે નહીં અને આરોપીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી




