
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં મહિલા સાથે વોટ્સએપ પર છેડછાડ અને ધમકીનો કેસ, મહિલાને ‘આઇ લવ યુ’ કહી ધમકી આપવાનો આક્ષેપ – રાજસ્થાનના યુવક પર શંકા – 3 મહિના પછી નોંધાઈ ફરિયાદ
અરવલ્લી જિલ્લામાંથી મહિલાને સોશિયલ મીડિયા મારફતે હેરાન કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાએ અજાણ્યા મોબાઈલ નંબર પરથી સતત મેસેજ, કોલ અને ધમકીઓ મળતા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે

ફરીયાદ મુજબ, મહિલાના મોબાઈલ પર ગત 10 ડિસેમ્બર 2025ના રોજ રાત્રિના સમયે અજાણ્યા નંબર પરથી “Hi” મેસેજ આવ્યો હતો. ત્યારબાદ વારંવાર “Hello”, દિલ અને ગુલાબના ઇમોજી સાથે મેસેજ મોકલી મહિલાને પરેશાન કરવામાં આવી હતી. શરૂઆતમાં અજાણ્યા વ્યક્તિએ પોતાનું નામ જાહેર કર્યું ન હતું.બાદમાં 14 ડિસેમ્બરના રોજ આ વ્યક્તિએ વોટ્સએપ પર વોઇસ કોલ કરીને મહિલાને પ્રેમ વ્યક્ત કર્યો અને અશોભનિય વાતો કરી. મહિલાએ તેનો ફોટો માંગતા તેણે પોતાનો ફોટો મોકલ્યો, જેના આધારે તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા તાલુકાના માંડલી ગામનો યુવાન હોવાની શંકા છે.મહિલાએ આ અંગે પોતાના પતિ અને પરિવારને જાણ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાનો ફોટો પોતાના વોટ્સએપ પ્રોફાઇલમાં મૂકી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ “તને છોડવાનો નથી”, “ફોટા વાયરલ કરી દઈશ” જેવી ધમકીઓ આપી હતી. આરોપીએ મહિલાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે.આ બનાવથી ગભરાયેલી મહિલાએ અંતે પોતાના પરિવારની મદદથી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે આરોપી સતત ફોન, મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા પીછો કરીને માનસિક હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો.પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને મોબાઈલ નંબરના આધારે આરોપીની ઓળખ તથા લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.





