ARAVALLIMODASA

મોડાસાના બોલુન્દ્રા ખાતે એ. જી. કે. વ્યાસ હાઇસ્કૂલમાં ભવ્ય ‘શાળા પ્રવેસોત્સવ’ યોજાયો*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાના બોલુન્દ્રા ખાતે એ. જી. કે. વ્યાસ હાઇસ્કૂલમાં ભવ્ય ‘શાળા પ્રવેસોત્સવ’ યોજાયો

મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામ ખાતે આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એ. જી. કે. વ્યાસ હાઇસ્કૂલમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ‘શાળા પ્રવેસોત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠા મોં કરાવીને આવકારવામાં આવ્યા હતા. ડી.ડી.ઓ. મહેક જૈનની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) મહેક જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, બોલુન્દ્રા ગામના સરપંચ પ્રતિકભાઈ પટેલ, શાળા વ્યવસ્થાપક મંડળના આદરણીય સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.ધોરણ ૬, ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓનો પ્રવેશ આજના આ વિશેષ દિવસે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શાળાના ધોરણ ૬, ૯ અને ૧૧ ના નવા વિદ્યાર્થીઓને ઔપચારિક રીતે શાળામાં પ્રવેશ અપાયો હતો. અધિકારીના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા, જેનાથી બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી. સમગ્ર સ્ટાફનું સરાહનીય આયોજન સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન હાઇસ્કૂલના આચાર્ય કે. એમ. સોલંકી સાહેબ તથા હાઇસ્કૂલના સમગ્ર શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!