ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે “અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના” વિષય પર પત્રકાર પરિષદ યોજાઈ*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

*અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે “અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના” વિષય પર પત્રકાર પરિષદ યોજાઈ*

 

અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ ભીખાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. “અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના” વિષય અંતર્ગત આયોજિત આ પ્રેસ વાર્તામાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુવરબા પરમાર, પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, અરવલ્લી જિલ્લાપચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ, પૂર્વ મંત્રી  ભીખુસિંહજી પરમાર તેમજ મોડાસા નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મીડિયા સમક્ષ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. અરવલ્લી જિલ્લા ભાજપાના મીડિયા કન્વીનર રાકેશ પટેલ દ્વારા સફળતાપૂર્વક આયોજિત આ પત્રકાર પરિષદમાં જિલ્લાના તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તથા રિપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!