ARAVALLIMODASA

શામળાજી નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત, રેલવે ટ્રેક પસાર કરતા સમયે બની ઘટના – યુવક અસ્થિર મગજનો હોવાની માહિતી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત, રેલવે ટ્રેક પસાર કરતા સમયે બની ઘટના – યુવક અસ્થિર મગજનો હોવાની માહિતી

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક વાઘપુર વિસ્તારની હદમાં એક કરુણ અકસ્માત સર્જાયો હતો. અસારવાથી આગ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન પસાર થતી હતી ત્યારે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક યુવકને ટ્રેનની અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવક વાઘપુર ગામનો રહેવાસી અશોકભાઈ શાંતિલાલ વરસતા (ઉ.વ. 26) હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવક અસ્થિર મગજનો હોવાથી ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Back to top button
error: Content is protected !!