ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લા પંચાયતની વરણીમાં પત્રકારો સાથે અપમાનજનક વર્તન : નારાજગી વચ્ચે કવરેજનો બહિષ્કાર – લોકશાહીને દબાવવાનો પ્રયત્ન…!!

અરવલ્લી

અહેવાલ

અરવલ્લી જિલ્લા પંચાયતની વરણીમાં પત્રકારો સાથે અપમાનજનક વર્તન : નારાજગી વચ્ચે કવરેજનો બહિષ્કાર – લોકશાહીને દબાવવાનો પ્રયત્ન…!!

અરવલ્લી જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ શનિવારે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું કવરેજ કરવા પહોંચેલા પત્રકારો સાથે અધિકારી દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવતા પત્રકારોમાં ભારે નારાજગી વ્યાપી હતી

મળતી માહિતી મુજબ પત્રકારો સભાખંડમાં પ્રવેશી કાર્યક્રમનું કવરેજ કરવા જઈ રહ્યા હતા ત્યારે હાજર નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાગૃતિ પટેલ દ્વારા પત્રકારો સામે અયોગ્ય અને અપમાનજનક વર્તન કરાયું હોવાના આક્ષેપ થયા હતા. ઘટનાને પગલે પત્રકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને અનેક પત્રકારોએ કાર્યક્રમનું કવરેજ કર્યા વિના જ પરત ફરવાનું પસંદ કર્યું હતું.

પત્રકારોમાં એવો પણ સવાલ ઉઠ્યો હતો કે તાજેતરમાં યોજાયેલી મોડાસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને કવરેજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, તો જિલ્લા પંચાયતની વરણીમાં કેમ રોકટોક કરવામાં આવી રહી છે..? ઘટનાના વિરોધ સ્વરૂપે અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપમાંથી પણ મોટા ભાગના પત્રકારોએ પોતાને રીમૂવ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.આ સમગ્ર મામલે પત્રકાર આલમમાં ચર્ચા જાગી છે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય વલણ અપનાવવાની માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!