
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – IPL ઓનલાઇન સટ્ટા પર પોલીસનો દરોડો, એક શખ્સ ઝડપાયો – મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહી

Indian Premier League દરમિયાન ઓનલાઇન સેશન સટ્ટો રમાડતા એક ઇસમને Modasa Town Police Station દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી રૂ. 12,630 રોકડા અને OPPO Android smartphone સહિત કુલ રૂ. 22,630નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહીબિશન અને જુગાર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી માટે Aravalli Police દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરાઈ છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટર પાસે એક વ્યક્તિ હાલની IPL મેચ પર ઓનલાઇન સટ્ટો ચલાવે છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ ઇસમને ઝડપી પૂછપરછ કરી હતી. મોબાઇલ તપાસ દરમિયાન બિઝનેસ વોટ્સએપમાં અલગ અલગ નંબરો અને રકમની નોંધ જોવા મળી હતી. પૂછપરછમાં આરોપીએ હાલ ચાલી રહેલી IPL મેચમાં અલગ અલગ ખેલાડીઓ પર ઓનલાઇન સેશન સટ્ટો રમાડતો હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલ આરોપી
આમીર ઉર્ફે બંકુ મોહમંદસલીમ મનવા, રહેવાસી લિમડા તળાવ પાસે, મુસાબુલા સોસાયટી, Modasa
ઝડપાયેલ મુદ્દામાલ:
ચલણી નોટો રૂ. 12,630
OPPO Android smartphone
કુલ મુદ્દામાલ રૂ. 22,630





