ARAVALLIMODASA

અરવલ્લી – સરપંચ પતિ જેવો ઘાટ હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળે તો નવાઈ નહીં..!! પતિ દેવોની પત્નીઓની જીત પર આશાઓ..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – સરપંચ પતિ જેવો ઘાટ હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળે તો નવાઈ નહીં..!! પતિ દેવોની પત્નીઓની જીત પર આશાઓ..!!!

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ગયો છે.

આ વચ્ચે એક રસપ્રદ અને ચર્ચાસ્પદ પરિસ્થિતિ સામે આવી રહી છે. બેઠકની ફાળવણીમાં મહિલાઓને આપવામાં આવેલી ટિકિટો બાદ અનેક સ્થળોએ મહિલા ઉમેદવારોના પતિઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, જેમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણી જગ્યાએ મહિલા સરપંચ હોવા છતાં વહીવટ તેમના પતિઓ સંભાળતા જોવા મળે છે, તેવી જ સ્થિતિ હવે તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે પણ ઉભી થાય તેવી શક્યતા છે.

મહિલા ઉમેદવારોના પતિઓમાં “પર્દા પાછળથી સત્તા સંભાળવાની” માનસિકતા અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. ઘણા સ્થળોએ એવી માન્યતા ઉભી થઈ રહી છે કે, મહિલાઓ જીતે તો પણ વહીવટનો દોર તેમના પતિઓના હાથમાં જ રહેશે.હાલમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન મહિલા ઉમેદવારોની જીત માટે તેમના પરિવારજનો, ખાસ કરીને પતિઓ, ભારે મહેનત કરતા જોવા મળી રહ્યા છે. જો કે, ચૂંટણી પરિણામો બાદ વાસ્તવિક સત્તા કોના હાથમાં રહેશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.આ સમગ્ર પરિસ્થિતિમાં જવાબદાર તંત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની રહેશે. મહિલાઓને સશક્તિકરણના હેતુથી આપવામાં આવેલી રાજકીય તકનો વાસ્તવમાં લાભ તેઓને જ મળે કે નહીં તે આવનાર સમય જ નક્કી કરશે.હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીમાં કોને જનમત મળે છે અને મહિલાઓ સ્વતંત્ર રીતે નેતૃત્વ કરે છે કે પછી ફરી એકવાર “સરપંચ પતિ” જેવી સ્થિતિ જિલ્લા અને તાલુકા સ્તરે પણ ઉભી થાય છે.

Back to top button
error: Content is protected !!