GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની મુલાકાત લેતી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની વિદ્યાર્થીનીઓ

તા.૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

લોગો ડિઝાઇન સ્પર્ધા, વોટ્સએપ ચેનલ અને સરકારી પ્રકાશનો વિષયક માહિતી આપી

Rajkot: રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની વિદ્યાર્થીનીઓએ અભ્યાસક્રમના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની મુલાકાત લીધી હતી.

આ તકે સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસે વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારની રાષ્ટ્રીયસ્તરે આયોજિત ગુજરાત@75 લોગો ડિઝાઇન સ્પર્ધા, ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સએપ ચેનલ તથા રાજ્ય સરકારના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ વિષયક માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીનીઓને સ્પર્ધાના નિયમો વિશે વિશેષ જાણકારી આપી અને ભાગ લેવા તથા વોટ્સએપ ચેનલ ફોલો કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત, સહાયક માહિતી નિયામક શ્રી પ્રિયંકાબેન પરમારે વિદ્યાર્થીનીઓને ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને સરકારી પ્રકાશનો અંગે જાણકારી આપી હતી. તેમજ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક યોજનાઓ લાભ લેવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અધ્યાપકો શ્રી પ્રવીણચંદ્ર જાની અને શ્રી એલ.જી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ ડી.એલ.એડ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૫૮ વિદ્યાર્થીનીઓએ કચેરીની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને ગુજરાત પાક્ષિક અને રોજગાર સમાચારનું વિતરણ કરાયું હતું.

Back to top button
error: Content is protected !!