ARAVALLI

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે બાયડ ના કેતન બારોટ ની ધરપકડ

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ
*અરવલ્લીઃ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર કાંડ મામલે બાયડના કેતન બારોટ સહિત કુલ ૧૭ આરોપીઓની ધરપકડ એટીએસે કરી.*

*યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર બાયડ સુધી પહોંચ્યાઃવૈભવી જીવન જીવવા ટેવાયેલા કેતન બારોટની કરાઈ ધરપકડ*

આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2295 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાવવાની હતી પરંતુ પરીક્ષા યોજાય તે પહેલા વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે
આ પેપર ફોડવામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે ગુજરાતના પાંચ આરોપીઓ અને બીજા રાજ્યોના 10 આરોપીઓ સામે ગાળિયો કસાયો છે
ત્યારે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કાંડમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી અને અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવી છે
આ પેપર લીક કાંડમાં કુલ ચાર એજ્યુકેશન ગ્રુપ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું એક ગ્રુપ જે શિક્ષણ વ્યવસાય સંબંધી કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે.

*બાયડનો આરોપી કેતન બારોટ વૈભવી કારનો શોખ ધરાવે છે. તેનું આખું કુટુંબ એજ્યુકેશન ટ્રસ્ટો સાથે જોડાયેલું છે. કેતન બારોટ અગાઉ પણ બોગસ એડમિશન કાંડમાં તિહાડ જેલમાં રહી ચુક્યો છે.*

બાયડ ના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખુલી છે યુવાનોના ભવિષ્યને બગાડનાર કેતનનું જીવન વૈભવી છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કેતન બારોટ નામનો આરોપી નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવવા બોગસ એડમિશન મામલે દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખ ધંધો ચલાવે છે.
તે છેલ્લા નવ વર્ષથી એડમિશનના નામે વિદ્યાર્થીઓના જીવનને બગાડી રહ્યો છે દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીક કાંડમાં હવા ખાઈ ચૂકેલા કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે ઘણી સંપત્તિ ધરાવે છે
હાલ ગુજરાત એટીએસ તેની ટીમ પૂછપરછ કરી રહી છે

*આરોપી કેતન બારોટના પરિવારની પણ એટીએસએ પુછપરછ હાથ ધરી*

રવિવારે સાંજે બાયડ ખાતે આરોપી કેતન બારોટના પિતાની દોરડા ભંડારની દુકાન અને તેના ઘરની પણ પોલીસની ખાસ ટીમે તપાસ હાથ ધરી હતી

*મોડી રાત્રે બે વાગ્યાથી એટીએસની ટીમે તપાસ હાથ ધરી હતી*

જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં બિહાર ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે ગુજરાત બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું હતું હૈદરાબાદના એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની એટીએસની ટીમને પ્રાથમિક કડી મળી હતી પેપર લીક મુદ્દે ગુજરાત એટીએસની ટીમે મોડી રાતે 2:00 વાગે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક અને શેખર નામનો શખ્સ તથા કેતન બારોટ સહિત ૧૬ શખ્સોની એટીએસએ ધરપકડ કરી છે
મળતી માહિતી મુજબ એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ અલગ રાજ્યોના છે જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી ની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંને સ્ટેટ વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે

*રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા મામલે ઉમેદવારોમાં ભારે રોષ*

ગુજરાતમાં આજે રદ થયેલી જુનિયર ક્લાર્ક ની 1181 જગ્યા માટે નવલાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા 2295 સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા કે જઈ રહ્યા હતા ત્યારે તેમને પેપર ફૂટવાના સમાચાર મળતા ઉમેદવારોમાં સિસ્ટમ સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!