ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ તાલુકાની 7 ઇસરી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન પટેલનો ભવ્ય વિજય

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાની 7 ઇસરી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન પટેલનો ભવ્ય વિજય

મેઘરજ તાલુકાની 7 ઇસરી તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર દર્શના બેન ચિરાગભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે. મતદારોએ ભાજપના વિકાસની રાજનીતિ પર મહોર મારતા દર્શનાબેન પટેલે 1642 મત મેળવી શાનદાર જીત મેળવી છે.જનતાનો વિશ્વાસ અને વિકાસની જીત સાથે ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ 7 ઇસરી બેઠક પર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શનાબેન પટેલની આ જીતને મતદારોનો અતૂટ વિશ્વાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના વિકાસ કાર્યોની જીત તરીકે જોવામાં આવી રહી છે.પોતાની આ જીત બાદ દર્શનાબેન પટેલે 7 ઇસરી બેઠકના તમામ મતદારો, અને રાત-દિવસ મહેનત કરનારા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આ જીત 7 ઇસરી તાલુકા પંચાયત બેઠકની જનતાની જીત છે. લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ પર ખરા ઉતરીને વિસ્તારના વિકાસના કામોને વેગ આપવો એ મારી પ્રાથમિકતા રહેશે.”વિજય બાદ સમગ્ર વિસ્તારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,

Back to top button
error: Content is protected !!